ડૉ. શરદ ઠાકર

    Advertisements
  • Categories

  • Archives

બરખા – બિહાગ

Posted by rakshitshah on November 3, 2007

રસિકલાલ આટ્ર્સ કોલેજ’ના છોકરાઓ રસિક હતા અને છોકરીઓ તેજાબના બાટલા જેવી.
છોકરાઓ મશ્કરી કયાર્ વિના રહી ન શકે અને છોકરીઓ ઍમને દઞાડયા વગર છોડે નહીં.
બિહાગ ઍક માત્ર ઍવો હશે જે છોકરીઓનો ઠપકો ખાધા વગર રહી ગયો હોય.

બાકી કેટલાંક છાપેલાં કાટલાં તો ચંપલ પણ ખાઈ ચૂકયા હતા.
‘આમાં તો ઍવું છે ને કે જે ઘોડે ચડે તે પડે! જમીન ઉપર ઊભા રહે ઍ થોડા પડવાના હતા?’ બિહાગના મિત્રો ઍને પાનો ચડાવતા.
બિહાગ સ્વસ્થતાપૂર્વક, આત્મવિશ્વાસથી છલકતા સ્વરે જવાબ આપતો..
‘તમે કહો છો ઍ કહેવત છે, સનાતન સત્ય નથી. જૉ અસવારમાં આવડત હોય તો ઍ ઘોડે ચડે અને છતાં ન પડે!’
‘લાગી શરત?’
‘લાગી!’
બિહાગે પડકાર ઞીલી લીધો પણ ઘોડો, સા÷રી, ઘોડી નક્કી કોણ કરે? મિત્રોઍ મળીને ઘોડી નક્કી કરી.

સૌથી વધારે પાણીદાર.. સૌથી વધારે તોફાની…
સામે જૉનારની આંખ કાઢી લે ઍવી.
‘પેલી બરખા છે ને?’
‘બરખા? આગનો ભડકો?
આગગાડીની ભઠ્ઠી?
ભડભડ સળગતી મશાલ?’
‘હા, મજાલ હોય તો ઍ મશાલને છેડી બતાવ!’ બિહાગ ભડકી તો ગયો, પણ વાત હવે વટ ઉપર ચડી ગઈ હતી. પીછેહઠનો પ્રશ્ન જ ન હતો.

શરણાગતિનો મતલબ શરમ થતો હતો. ઍણે ‘હા’ પાડી દીધી.
‘ભલે, ઍનાં રૂપની પ્રશંસા કરતો કાગળ ઍના સુધી પહોંચાડી દઉં.’‘કાગળ તારા હસ્તાક્ષરમાં જ લખાયેલો હોવો જૉઇઍ.
’‘સ્વાભાવિક છે.’ બિહાગના બોલવામાં આત્મવિશ્વાસની ‘ઍફિડેવિટ’ હતી.
‘જૉજે હોં! તારા આ તોફાનના બદલામાં તને જરા પણ સજા ન મળવી જૉઇઍ!’ મિત્રો શરતને વળ ઉપર વળ ચડાવીને ઍને ઍકદમ આકરી બનાવી રહ્યા હતા.

બિહાગ હસ્યો, ‘આ વાત તમારી શરત માટે જ નહીં, પણ મારી સલામતી માટેય ઍટલી જ જરૂરી છે.
’બિહાગનું ફળદ્રુપ ભેજું તુક્કાઓની તિજૉરી જેવું હતું. ઍણે તરત જ ઍક તોફાની તુક્કો વિચારી કાઢયો.
ઍની નોટબુકના પાનામાં સુંદર અZારે થોડાંક વાકયો લખ્યાં. પછી પાનું ફાડીને પાછું જેમનું તેમ નોટની અંદર જ છૂટું ગોઠવી દીધું.
રિસેસ પછીના પહેલા લેકચરમાં ઍ બરખાની બરાબર પાછળની પાટલી પર બેસી ગયો.
જેવું પ્રોફેસરે ભણાવવાનું શરૂ કર્યું, તેવું જ ઍણે પેલું લખાણવાળું પાનું સરકાવીને બરખાનાં ખોળા તરફ રવાના કર્યું.

બરખા ભડકી, પછી ઞટપટ કાગળ વાંચી ગઈ અને પછી તરત જ ચાલુ લેકચરે ઊભી થઈ ગઈ. જૉરશોરથી બરાડવા માંડી,
‘સર, તમે દ્રૌપદી વસ્ત્રાહરણની કવિતા ભણાવી રહ્યા છો, પણ દુ:શાસન તો કલાસરૂમમાં જ બેઠો છે!’
પ્રો. પંડયા હિન્દી કવિતા ભણાવતા હતા ઍ કલાસરૂમને બદલે અચાનક કૌરવસભામાં ફેંકાઈ ગયા.
બરખાઍ પેલો કાગળ પ્રો. પંડયાને સોંપી દીધો. પ્રોફેસરે વાંરયો. આખો કાગળ ઘ્યાનપૂર્વક વાંરયો.

પછી તેઓ પ્રોફેસર હોવા છતાં ઉશ્કેરાઈ ગયા, ‘નિર્લજજ! નફફટ! બદમાશ! લફંગા! આ તે લખ્યું છે?’
‘હા, પણ પેલા ચાર વિશેષણો વેડફવાની જરૂર નથી. ઍ લખાણમાં ઍવું તે શું છે કે તમારે આમ…?
’‘શું છે ઍમ? તેં શું લખ્યું છે ઍ તને જ ખબર નથી? તો સાંભળ, હું આખો કલાસ સાંભળે તેમ વાંચી સંભળાવું!’
પ્રો. પંડયાઍ આટલું બોલીને ચશ્માં સરખા કયાર્. પછી બરખા સામે જૉઇને નજરથી જ ઍની સંમતિ માગી લીધી. પછી કાગળ વાંચવાનું શરૂ કર્યું,

“બરખા મુઝે બહોત પ્રિય હૈ, વો જબ ભી આતી હૈ, મુઞે અપને આગોશ મેં બુલાતી હૈ.
બરખા દિન મેં આતી હૈ, તો મુઞે ભાતી હૈ, રાત મેં નહીં ભી આતી, ફિર ભી મુઞે લુભાતી હૈ.
મૈં તો રોજ બરખા કા હી ઇન્તઞાર કરતા રહેતા હૂં.
બરખા સારે વિશ્વ મેં ઠંડક પહૂંચાતી હોગી, લેકિન મેરે દિલ મેં વો આગ હી આગ લગાતી હૈ.”
પ્રોફેસર સાહેબ આટલું વાંચી રહ્યા, ત્યાં તો વર્ગખંડમાં ‘હોહા’ મચી ગઈ.

બરખા શરમ અને ગુસ્સાની મારી લાલચોળ થઈ ગઈ, ‘સર, ધિસ લોફર શૂડ બી રãસ્ટકેટેડ ફ્રોમ ધ કોલેજ. તમે ઍને…’
‘વન મિનિટ, મિસ..! શું નામ છે તમારંુ? ઍની વે, જે હોય તે. મારે તમારા નામની સાથે શી લેવા-દેવા? પણ આ કાગળ મને પાછો આપો.
ઍના વગર મારા નાના ભાઇને તકલીફ પડી જશે.’ બિહાગે બરખાને ઉદ્દેશીને કહ્યું.
‘તમારા નાના ભાઇને?’
“હા. બાપડો આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. ઍના હિન્દીના ટીચરે ઍને ‘વષાર્ઋતુ’ ઉપર નિબંધ લખી લાવવાનું કહ્યું છે. ઍને કયાંથી આવડે?
ઍટલે પછી મેં જ લખી આપ્યો, ખબર નહીં પાનું નોટબુકમાંથી કેમ કરતાંક ઊડી ગયું! પણ તમારંુ નામ તો તમે કહ્યું જ નહીં, મિસ…?”

બરખા વરસતી અટકી ગઈ. પ્રો. પંડયાઍ ઞીણી નજરે ફરી ઍકવાર નિબંધની ઍક-ઍક લીટી વાંચી નાખી. કયાંય કશું જ વાંધાજનક દેખાયું નહીં.
જેમ પુરાવાના અભાવે અન્ડરવલ્ર્ડનો ડોન છૂટી જાય તે જ રીતે બિહાગ પણ બરખારાનીની સર્વોરચ અદાલતમાંથી બાઇજજત બરી થઈ ગયો.

બિહાગ શરત પણ જીતી ગયો અને ખૂબસૂરત બરખાનું દિલ પણ. બંનેની વરચે લઘુતમ સાધારણ અવયવ જેવી બે ચીજૉ હતી: પ્રેમ અને વરસાદ.

બરખાનાં નામમાં વષાર્ઋતુ હતી. બિહાગના કાલ્પનિક નિબંધમાં પણ વષાર્રાણી હતી અને બિહાગ-બરખાની પિ્રય ઋતુ પણ વષાર્ જ હતી.
‘આષાઢસ્ય’ પ્રથમ દિવસે બિહાગ અચૂક ફોન કરે, ‘આસમાનની બરખા તો આવી, મારી બરખા કયાં છે?’
‘અત્યારે અહીં છું, દસ મિનિટમાં તારી પાસે હોઇશ.’ બરખા ફોન મૂકે અને પછી નીકળી પડે. દસ મિનિટ પછી બંને પ્રેમીઓ વરસાદમાં ભીંજાવા નીકળી પડે.

મોસમનો પહેલો વરસાદ…
ભીંજાયેલાં ને ધ્રૂજતાં તન અને ભડભડ સળગતાં મન.
સૂમસામ સડકો પર શહેરીજનો જયારે વરસાદથી બચવા માટે આશરો શોધતા હોય ત્યારે આ બંને જુવાન હૈયાં ચામડીનો જ રેઇનકોટ પહેરીને નીકળી પડયાં હોય!
શરીર ઉપર નામમાત્રનાં કપડાં અને મન ઉપર કામનાઓનો ફૂંફાડા મારતો ઉન્માદ અને ઊડતી જતી મોટરબાઈક.
આવા ચાર ચોમાસાં ચાલ્યાં ગયાં ને પાંચમા ચોમાસા પહેલાં બરખા પણ દુષ્કાળના વાદળની પેઠે ઊડી ગઈ.
પપ્પાઍ બતાવેલા મુરતિયા સાથે પરણીને સુરત ચાલી ગઈ.
માવતરની જીદનો અગ્નિ સંતાનોના સુખને અનાદિકાળથી બાળતો આવ્યો છે. ઍ દાવાનળમાં બિહાગ અને બરખાનો કિસ્સો પણ ભળી ગયો, બળી ગયો!

‘કેમ, અચાનક ઉદાસ થઈ ગયા? હમણાં થોડી વાર પહેલાં તો મૂડમાં હતા?’
ઉપરની ઘટનાને દસ વર્ષ થઈ ગયાં હતાં, ત્યારે આવા જ ઍક ચોમાસાની પહેલી વષાર્ભીની સાંજે પવન નાયક નામના ઍક વ્યાવસાયિકે ઍને પૂછ્યું.

પવન નાયક હાર્ડવેરના વેપારી હતા અને બિહાગ ઍ જ ધંધામાં ડીલર હતો.
‘મિ. પવન, મારી ઉદાસીનું કારણ આ વરસાદ છે. ઍક સમય હતો, જયારે ઍનું સ્વાગત હું ઍમાં ભીંજાઈને કરતો હતો.
હવે અંગત રુચિના અશ્વ ઉપર ધંધાનો અસવાર ચડી બેઠો છે. ઇરછવા છતાંયે પલળી શકાતું નથી.’
‘મારી પત્નીનું પણ તમારા જેવું જ છે. ઍને વરસાદમાં પલળવાનું ગાંડપણ વળગેલું છે અને મને ચોમાસાના નામથી જ નફરત છે.

આપણને અને વરસાદને શી લેવા-દેવા? ઍનાથી બચવા માટે આપણા પૂર્વજૉઍ મકાનો બાંઘ્યાં. ’બિહાગ હસી પડયો,
‘તમારી નફરતને તમે તર્કના વાઘા પહેરાવી રહ્યા છો, પવન. જૉ વરસાદ માત્ર પાક માટે જ વરસતો હોત તો ઈશ્વર ઍને ફકત ખેતરોમાં જ વરસાવતો હોત!
ચોમાસું તો જડ-ચેતન બધાં માટે છે. પલળવું ઍ જ જેને મન પૂજા છે ઍને માટે આ વરસાદ છે
અને જેણે કોરા રહેવાની કસમ ખાધી છે ઍના માટે છત્રી, રેઇનકોટ ને ટોપી બનેલાં છે.’
‘તમે મારું ઍક કામ કરશો, બિહાગ? મારી પત્ની પણ મારી સાથે આવેલી છે. અત્યારે ઍ હોટલના કમરામાં ગૂંગળાતી બેઠી હશે.
વરસાદ પડતો હોય ત્યારે જૉ ઍને બહાર નીકળવા ન મળે તો ઍ મરવા જેવી થઈ જાય છે. હું તો છેક રાત્રે બાર વાગ્યે હોટલ પર પહોંચીશ.
મારે હજુ ત્રણ-ચાર વેપારીઓને મળવા જવાનું છે. તમે જૉ મારી પત્નીને લઇને તમારી ગાડીમાં લોંગ ડ્રાઇવ પર લઈ જશો તો મારા ઉપર મોટું અહેસાન કર્યું ગણાશે.

તમારી સાથે તમારાં વાઇફ પણ હશે જ ઍટલે તમને અને બરખાને સંકોચ પણ નહીં થાય… ઠીક છે?’
‘બરખા? તમારાં પત્નીનું નામ બરખા છે?’
‘હા, ભ’ઈ હા! ઍની તો આ મોંકાણ છે! ઍના નામને કારણે તો ઍને વષાર્ સાથે આટલું જબરદસ્ત વળગણ છે.’
પવન નાયકે પત્નીને મોબાઇલ ફોન કરીને જાણ કરી દીધી..
‘મારા મિત્ર મિ. બિહાગ અડધા કલાકમાં તને લેવા માટે આવે છે. તૈયાર રહેજે. સાથે ઍમનાં પત્ની પણ હશે. મજાના માણસ છે. સંકોચ ન રાખતી.

’અડધા કલાક કરતાંયે ઓછા સમયમાં બિહાગ ઍની હોન્ડા સિવિક ગાડી લઇને બરખાને લેવા પહોંચી ગયો. બરખા આનંદની મારી પાગલ-પાગલ થઈ ગઈ.
‘કેમ, ઍકલો જ આવ્યો છે? તારી વાઇફ ગાડીમાં બેઠી છે?’ ઍણે પૂછ્યું.
‘ના, હવે બેસવાની છે!’
પછી ઍણે બરખાને ઍની નજીક ખેંચી, ‘મેં લગ્ન નથી કયુ. બરખા! મારા માટે વરસાદ ઍ ચાર મહિનાનું ચોમાસું નથી, પણ જીવનભર ચાલતી ઋતુ છે!
હું જાણું છું કે તું પારકાની પરણેતર છે, પણ મારી તો પ્રિયતમા હતી, છે અને રહીશ. આજે ના ન પાડીશ, ડાર્લિંગ ! આવ, વરસાદ જામી રહ્યો છે.’

Advertisements

Posted in વરસાદ | Leave a Comment »